
CM ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદ નુકસાન પર બેઠક યોજી
ગાંધીનગર. રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા અસાધારણ પલટાને કારણે ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાનના સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે એક મહત્વની ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
આ બેઠકમાં તેમણે અધિકારીઓને તાત્કાલિક ધોરણે જરૂરી પગલાં લેવાના દિશાનિર્દેશ આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકસાનના સર્વેની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઊભા રહેવું જોઈએ.
તેમણે નિર્દેશ આપ્યો હતો કે રાજ્ય સરકારે સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમ અપનાવીને ખેડૂતોની સહાયતા માટેની નેમ ધરાવે છે. આ વર્ષે અસાધારણ સંજોગોમાં કમોસમી વરસાદ થયો હોવાથી, આવા સંજોગોમાં ધરતીપુત્રોને ઉદારતમ મદદ કરવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ પાકના નુકસાનની વિગતવાર માહિતી મેળવી હતી અને સર્વેની પ્રગતિ તેમજ સહાય વિતરણની પ્રક્રિયા અંગે સઘન સમીક્ષા કરી હતી. તેમનો હેતુ ખેડૂતોને ઓછામાં ઓછા સમયમાં મહત્તમ રાહત મળે તે સુનિશ્ચિત કરવાનો છે. મુખ્યમંત્રીની આ સક્રિયતા રાજ્ય સરકારના ખેડૂતલક્ષી વલણને દર્શાવે છે.
*સમાચારોના સતત અપડેટ માટે વ્હોટસએપ ગ્રુપમાં જોડાવો..*
https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
