રાજકોટ સાંઢિયા પુલ જાન્યુઆરીમાં તૈયાર: રાજકોટમાં ટ્રાફિકજામમાંથી મુક્તિ

રાજકોટ સાંઢિયા પુલ જાન્યુઆરીમાં તૈયાર: રાજકોટમાં ટ્રાફિકજામમાંથી મુક્તિ

રાજકોટના `સાંઢિયા પુલ’ની પીડા બે મહિનામાં પૂરી: ફોર-લેન બ્રિજ જાન્યુઆરીમાં તૈયાર થવાનો ઇજનેરોનો દાવો

રાજકોટ સાંઢિયા: રાજકોટના જામનગર રોડ પર આવેલો અને સતત ટ્રાફિકથી ધમધમતો ઐતિહાસિક સાંઢિયા પુલ ફોર-લેન બનાવવાનું કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે.

માર્ચ-૨૦૨૩થી આ પુલ પર વાહનોની અવર-જવર બંધ કરી દેવામાં આવી છે , જેના કારણે વાહનચાલકોને ભોમેશ્વરમાંથી પસાર થવું પડી રહ્યું હોય વારંવાર ટ્રાફિકજામમાં ફસાઈ રહ્યા છે. જોકે, લોકોની આ `પીડા’ હજુ બે મહિના ભોગવવી પડશે, કારણ કે ઇજનેરો દ્વારા આ પુલ જાન્યુઆરી ૨૦૨૬ના મધ્ય અથવા અંતમાં બનીને તૈયાર થઈ જવાનો દાવો કરવામાં આવ્યો છે.

Rajkot Sandhiya Bridge

સાંઢિયા પુલની ઉંચાઈ ૬.૨૫ મીટર અને પહોળાઈ ૧૬.૪૦ મીટરની હશે. પુલની લંબાઈ માધાપર ચોકડી તરફથી ૨૯૮ મીટર અને હોસ્પિટલ ચોક તરફથી પણ ૨૯૮ મીટરની રહેશે. બ્રિજ પર ૧૨૦ ગર્ડર મૂકવામાં આવનાર છે, જે પૈકી ૮૦થી વધુ ગર્ડર મૂકી દેવામાં આવ્યા છે. આ કામ પૂર્ણ કરવાની મૂળ સમયમર્યાદા માર્ચ-૨૦૨૬ છે , પરંતુ મહાપાલિકા દ્વારા જાન્યુઆરીમાં જ કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક સેવાઈ રહ્યો છે.

તાજેતરમાં દિવાળી બાદ ફરી વરસાદ શરૂ થઈ જતાં કામગીરીને અસર પહોંચી હતી , પરંતુ હવે ઉઘાડ નીકળ્યો હોવાથી પૂરપાટ કામગીરી ફરી શરૂ કરી દેવામાં આવી છે. બ્રિજના બે બ્લોક રેલવેની હદમાં આવતા હોવાથી ત્યાં બ્લોક બેસાડવા માટેની મંજૂરી પ્રક્રિયા હજુ બાકી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહાપાલિકાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી શાસકો દ્વારા જાન્યુઆરીમાં જ કામ પૂર્ણ કરવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ પડી જાય તે પહેલાં જ બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે. હવે બે મહિના બાદ લોકોને ફોર-લેન સાંઢિયા પુલ મળી જશે, તેવું લાગી રહ્યું છે.

*સમાચારોના સતત અપડેટ માટે વ્હોટસએપ ગ્રુપમાં જોડાવો..*
https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )