
રાજકોટ RTO ને VIP નંબરની બોલીથી 54 લાખથી વધુની બમ્પર આવક
💰 રાજકોટ RTO : PM સિરીઝમાં નંબર ‘1’ માટે ₹24.78 લાખની રેકોર્ડ બોલી
રાજકોટ RTO: વર્તમાન સમયમાં માત્ર મોંઘી અને લક્ઝુરિયસ કાર ખરીદવાનું જ નહીં, પરંતુ તેમાં પોતાના પસંદગીના અને VIP નંબરો મેળવવાનું ચલણ પણ વધી રહ્યું છે. રાજકોટ શહેરમાં ફોર-વ્હીલરના પસંદગીના નંબરો માટે ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજકોટ RTOમાં તાજેતરમાં ફોર-વ્હીલર માટે નવી GJ.03 PM સિરીઝ શરૂ કરવામાં આવી છે. આ સિરીઝમાં પસંદગીના નંબરો મેળવવા માટે બોલી લગાવવામાં આવી હતી, જેના થકી રાજકોટ RTOને રૂપિયા ૫૪ લાખથી વધુની બમ્પર આવક થઈ છે.
નંબર ‘1’ માટે સૌથી મોટી બોલી: દર વખતની જેમ, આ વખતે પણ ફોર-વ્હીલરમાં પસંદગીના નંબરોમાં ‘1’ નંબરની બોલબાલા રહી હતી. નંબર ‘1’ માટે ગ્રાહકે સૌથી વધુ રૂપિયા ૨૪.૭૮ લાખની બોલી લગાવી છે. આ રેકોર્ડબ્રેક બોલી પ્રકાશભાઈ પ્રભાતભાઈ ચાવડા દ્વારા કાળા કલરની ડિફેન્ડર કાર માટે લગાવવામાં આવી હતી.
અન્ય નોંધનીય બોલીઓ: નંબર ‘1’ ઉપરાંત અન્ય પસંદગીના નંબરો માટે પણ ઊંચી બોલી બોલાઈ હતી:
- નંબર ‘5’ માટે: રૂપિયા ૫.૯૨ લાખ
- નંબર ‘555’ માટે: રૂપિયા ૫.૦૮ લાખ
- નંબર ‘1111’ માટે: રૂપિયા ૪.૮૧ લાખ
ગુજરાતની પહેલી B6 બેટમેન એડિશન: આ બોલી પ્રક્રિયામાં અન્ય એક ખાસ વાત એ હતી કે, નંબર ‘999‘ માટે રૂપિયા ૩.૪૪ લાખની બોલી લગાવવામાં આવી હતી. આ નંબર કાળા કલરની ગુજરાતની પહેલી B6 બેટમેન એડિશનના માલિક નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા લેવામાં આવ્યો હતો.
હવે RTO દ્વારા બોલી લગાવનાર ગ્રાહકોને આગામી એક સપ્તાહની અંદર આ રકમ ભરપાઈ કરવા માટે સૂચના આપવામાં આવી છે. જો પૂરતી રકમ ભરપાઈ ન થાય, તો તે નંબર માટે ફરીથી રી-ઓક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
