
વડોદરા: ક્રાઇમ પર અંકુશ માટે પોલીસનું ઓપરેશન મીડનાઇટ
શહેરમાં ‘ઓપરેશન મીડનાઇટ’: કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુધારવા પોલીસની મેગા ડ્રાઇવ
ઓપરેશન મીડનાઇટ :રાજકોટ શહેર દિવાળીના પર્વ અને તે પછી શહેરમાં થયેલા હત્યા, ફાયરિંગ સહિતના ગંભીર પ્રકારના બનાવોને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે શહેર પોલીસે ઓપરેશન મીડનાઇટ હાથ ધર્યું છે.
છેલ્લા પાંચ દિવસથી આ કાર્યવાહી અવિરત ચાલુ છે, જેમાં પોલીસે સતત શહેરભરમાં ચેકિંગ અને કોમ્બિંગ કરીને અસામાજિક તત્વો પર લગામ કસવાનું શરૂ કર્યું છે.
આ ઓપરેશનમાં સ્થાનિક પોલીસની સાથે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની રાહબરિમાં ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સાયબર ક્રાઇમની ટીમે પણ ઝંપલાવ્યું છે. પોલીસની આ સઘન કાર્યવાહીની અસર હવે દેખાઈ રહી છે.
રાત્રે 11 વાગ્યાના ટકોરે ન્યુસન્સ ફેલાવતા ચાના થડા અને પાનના ગલ્લાઓ બંધ થવા લાગ્યા છે, જેના કારણે શહેરમાં સુરક્ષાનો માહોલ ઉભો થયો હોય તેવું સામે આવી રહ્યું છે.
સતત પાંચમા દિવસે પણ પોલીસની કાર્યવાહઆ યથાવત રહેતાં ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા પોતે પણ મેદાનમાં ઉતર્યા હતાં. સાંજ સમાચાર સાથેની વાતચીતમાં ડીસીપીએ જણાવ્યું હતું કે, “પોલીસની કાર્યવાહીથી લોકોમાં ફેરફાર આવી રહ્યો છે.
ખાસ કરીને યુવાધન મોડે સુધી ફરીને ક્રાઇમનો ભોગ ન બને કે પોતે ક્રાઈમ ન આચરે તે માટે પણ આ ડ્રાઈવ ખાસ અસરકારક બની રહેશે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઘણીવાર પોલીસને જોઈને કેટલાક વેપારીઓ લાઈટ બંધ કરી દુકાન બંધ હોય તેવું ચિત્ર ઊભું કરે છે, પરંતુ આ કાર્યવાહીથી શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં ચોક્કસ સુધારો આવશે.
ઉલ્લેખનીય છે કે, પોલીસ દરેક ન્યુસન્સ પોઇન્ટ પર મોડી રાત સુધી બેસી રહેતાં લોકોને ચેક કરે છે અને જો કોઈની પાસેથી હથીયાર કે નશીલો પદાર્થ મળી આવે તો કાયદેસરની કાર્યવાહી પણ કરે છે. જોકે, સામાન્ય લોકોને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં ન આવતી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, સાયબર ક્રાઈમ અને સ્થાનીક પોલીસની આ કાર્યવાહી ભવિષ્યમાં પણ અવિરત ચાલુ રહેશે.
