રાજકોટ ઝનાના હોસ્પિટલમાં જન્મ નોંધણી અટકી, ૫૦૦ અરજીઓ પેન્ડિંગ.

રાજકોટ ઝનાના હોસ્પિટલમાં જન્મ નોંધણી અટકી, ૫૦૦ અરજીઓ પેન્ડિંગ.

રાજકોટ: નવા પોર્ટલના કારણે ઝનાના હોસ્પિટલમાં ૫૦૦ જન્મ નોંધણી પેન્ડિંગ

સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ સાથે જોડાયેલી ઝનાના હોસ્પિટલમાં જન્મેલા બાળકોની જન્મ નોંધણી પ્રક્રિયા નવા સોફ્ટવેરના કારણે ગંભીર રીતે ધીમી પડી છે. પરિણામે, મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ-મરણ વિભાગમાં ૫૦૦ જેટલી અરજીઓ પેન્ડિંગ પડી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઘણા વાલીઓ એક મહિનાથી વધુ સમયથી બાળકની જન્મ એન્ટ્રી ઝનાનામાંથી મનપાને મળે તેની રાહ જોઈ રહ્યા છે.

નવા પોર્ટલમાં એન્ટ્રી પાડવામાં આવતી ટેક્નિકલ ગૂંચવણો, જેમ કે નામમાં ફેરફાર અને ખાસ કરીને કેન્દ્ર સરકારના પોર્ટલની આધાર કાર્ડ બેઇઝ મેચિંગ સિસ્ટમ જવાબદાર છે. જો નામ સાથે આધાર કાર્ડ મેચ ન થાય તો એન્ટ્રી આગળ વધતી નથી અને ક્વેરી આવે છે. આ ઉપરાંત અન્ય ટેક્નિકલ ઈશ્યુ પણ કામમાં અવરોધ ઊભો કરે છે.

નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૦ સુધી રાજકોટ મનપાના પોર્ટલ પર કામ થતું હતું, ત્યારબાદ રાજ્ય સરકારનું પોર્ટલ આવ્યું અને હવે કેન્દ્રના આધાર બેઇઝ પોર્ટલ પર કામ થાય છે, જેની પ્રક્રિયા સાવ અલગ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી મોટી સંખ્યામાં ડિલિવરીઓ અહીં થતી હોવાથી કામનો લોડ ખૂબ જ ઊંચો છે. આ સ્થિતિમાં, મર્યાદિત સ્ટાફથી ઝડપથી કામ કરવું મુશ્કેલ બન્યું છે. તાત્કાલિક ધોરણે સ્ટાફ વધારવા અને સોફ્ટવેર સંબંધિત વિશેષ તાલીમ આપવાની માંગણી ઊઠી છે, જેથી સામાન્ય નાગરિકોને થતી હાલાકી દૂર કરી શકાય.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )