ભાવનગર LCB એ અનેક દારૂના કેસોમાં વોન્ટેડ ગોપાલ બારૈયાને ઝડપ્યો

ભાવનગર LCB એ અનેક દારૂના કેસોમાં વોન્ટેડ ગોપાલ બારૈયાને ઝડપ્યો

ભાવનગર LCBની કાર્યવાહી: ફરાર આરોપી હાથે ચઢ્યો

ભાવનગર LCB: પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબ ના સખત આદેશોના પગલે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ પ્રોહીબિશન એક્ટના અનેક ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને સફળતાપૂર્વક પકડી પાડ્યો છે. અધિકારીશ્રીઓએ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ ચોરી/લૂંટ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપી હતી.

પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા ના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભાવનગર, તળાજા તથા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં પકડવાનો બાકી આરોપી ગોપાલભાઇ સુખાભાઇ બારૈયા, જે સથરા ગામ, તા. તળાજાનો રહેવાસી છે, તે હાલ મહુવા ચોકડી ખાતે હાજર છે.

બાતમીવાળી જગ્યાએ આવતાં, LCB ટીમે તરત જ હાજર મળી આવતા વોન્ટેડ આરોપીને સફળતાપૂર્વક ઝડપી લીધો.

શ્રમનો વ્યવસાય કરતા, ૩૨ વર્ષીય ગોપાલભાઇ સુખાભાઇ બારૈયા નીચે મુજબના મુખ્ય પ્રોહીબિશન એક્ટના ગુનાઓમાં વોન્ટેડ હતો:

  • તળાજા પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૬૯/૨૦૨૫: પ્રોહી. એક્ટ કલમ ૬૫ એ, ઇ, ૧૧૬ બી મુજબ.
  • ઘોઘા રોડ પો.સ્ટે. ગુ.ર.નં. ૦૬૧૫/૨૦૨૫: પ્રોહી. એક્ટ કલમ ૬૫ એ, ઇ, ૧૧૬ બી, ૯૮(૨), ૮૧ મુજબ.

ધરપકડ બાદ, LCB સ્ટાફે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો છે. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનને પણ આ ધરપકડ અંગે જાણ કરવામાં આવેલ છે.

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફમાં પોલીસ સબ ઇન્સ. શ્રી વી.સી. જાડેજા તથા અરવિંદભાઇ બારૈયા, ભરતસિંહ ડોડિયા, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગળસર, અને ગંભીરભાઇ પરમારનો સમાવેશ થાય છે.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )