રાજકોટ રોડ ગુણવત્તા પર કમિશનર સુમેરાની ફિલ્ડ વિઝિટ

રાજકોટ રોડ ગુણવત્તા પર કમિશનર સુમેરાની ફિલ્ડ વિઝિટ

રાજકોટ: કમિશનર સુમેરાએ ડામર કામોનું નિરીક્ષણ કરી ગુણવત્તા ચકાસી

રાજકોટ: રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રસ્તાના નવા-જૂના કામો પર જાતે નજર રાખવાના અને ગુણવત્તામાં કોઈ બાંધછોડ ન કરવાના કડક આદેશ બાદ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સહિતના અધિકારીઓ આજે ફિલ્ડમાં ઉતરી ગયા હતા. સીધા સચિવ કક્ષાએથી મોનિટરિંગ શરૂ થતાં, કમિશનરે ત્રણેય ઝોનના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તા રીપેરિંગ અને ડામર કામગીરીનું સઘન નિરીક્ષણ કર્યું હતું.

કમિશનર તુષાર સુમેરાએ અધિકારીઓની ટીમ સાથે ચાલુ કામગીરીની મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ પર જ કામની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને સૌથી મહત્ત્વનું, તેમણે ડામર કામના નમૂનાઓ જાતે ચકાસીને ગુણવત્તા પર ભાર મૂક્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, શહેરના નાગરિકોને સુવિધાજનક અને સલામત માર્ગ વ્યવસ્થા મળી રહે તે મહાનગરપાલિકાની પ્રાથમિકતા છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા કામગીરી સમયસર અને ઉચ્ચ ગુણવત્તાપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, મુખ્યમંત્રીની સૂચના મુજબ ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, અને દર વર્ષની તુલનામાં આ વર્ષે રાજકોટમાં દોઢથી બે ગણા ડામરના કામો વધુ થઈ રહ્યા છે. કમિશનરની આ મુલાકાત દરમ્યાન સિટી એન્જિનિયર, ડેપ્યુટી સિટી એન્જિનિયર સહિતના મહત્ત્વના અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહ્યા હતા. કમિશનરની આ સરપ્રાઇઝ વિઝિટથી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓમાં ગુણવત્તા જાળવવા માટે વધુ કડકાઈ જોવા મળી હતી.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )