અર્હમ સેવા ગ્રુપ: પાલીતાણામાં 24×7 પશુ એમ્બ્યુલન્સ

અર્હમ સેવા ગ્રુપ: પાલીતાણામાં 24×7 પશુ એમ્બ્યુલન્સ

પાલીતાણામાં મૂંગા જીવો માટે 24×7 એમ્બ્યુલન્સ શરૂ

પાલીતાણા: છેલ્લા બે દાયકાથી પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં મૂંગા જીવોની અવિરત સેવા કરતા જીવદયા ગ્રુપ – ગૌસેવા સમિતિની કામગીરીને વધુ વેગ આપવા અને કાયમી ધોરણે સેવા જાળવી રાખવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

અહીં 24×7 ઈમરજન્સી એનિમલ એમ્બ્યુલન્સ વાન (પશુચિકિત્સક સાથે)ની તાતી જરૂરિયાત હતી.

પાલીતાણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા

પરમ પુજ્ય રાષ્ટ્રસંત શ્રી ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અને અર્હમ સેવા ગ્રુપ દ્વારા આ એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજકોટના મીત, પ્રિયા અને સૂચિત મહેતા પરિવારના સહયોગથી આ સેવાને સાકાર કરવામાં આવી છે.

આજ રોજ પાલીતાણાની પાવન ભૂમિમાં, ઘેટી ગામ મધ્યે દેરાસરના પ્રાંગણમાં પ.પૂ. આજીવન આયંબિલ તપસ્વી આ.ભ.શ્રી હેમ વલ્લભ સૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે આ અર્હમ એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ઘાયલ પશુઓની તાત્કાલિક સારવાર માટે અર્હમ સેવા ગ્રુપનો 24×7 હેલ્પલાઇન નંબર 6262808003 જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રસંગે Dy.SP શ્રી મિહીરભાઇ બારૈયા સાહેબ, જૈન સંઘ પ્રમુખ શ્રી શાંતિભાઈ મહેતા, જૈન અગ્રણીઓ, ભાજપના પ્રમુખો, પૂ.શરદ બાપુ (શ્રી દયાનંદ ગૌશાળા ઘેટી) સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી વિજયસિંહ ચૌહાણે કર્યું હતું. પાલીતાણા ધર્મશાળા એસોસિએશન અને ગૌ સેવા સમિતિના કાર્યકર્તાઓએ આ સેવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

રિપોર્ટર: શાફિન દાતારી

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )