રાજકોટ: ૬ હત્યા બાદ પોલીસની એક્શન, લુખ્ખાઓ પર ઘોંસ

રાજકોટ: ૬ હત્યા બાદ પોલીસની એક્શન, લુખ્ખાઓ પર ઘોંસ

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના દરોડા: જંગલેશ્વર-રૈયા રોડ પર ખાખીનો પાવર

રાજકોટ: છેલ્લા ૧૫ દિવસમાં છ હત્યા, અનેક ચોરી, લૂંટ, હત્યાના પ્રયાસ અને છેલ્લે જાહેરમાં ફાયરિંગની ઘટનાઓથી રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી ગયો હતો.

તા. ૨૯ના વ્હેલી સવારના સામ-સામા ફાયરિંગના બનાવથી લોકોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તળિયે પહોંચી હોવાનો ભય ફેલાયો હતો.

જોકે, પ્રજાહિતની સમાચારો દ્વારા પોલીસ તંત્રને ઢંઢોળવામાં આવતા તેની તુરંત અસર જોવા મળી હતી. છેલ્લા ત્રણ દિવસથી શહેરની તમામ પોલીસ ટીમો મેદાનમાં ઉતરી હતી અને લુખ્ખાઓ પર ઘોંસ બોલાવી હતી.

પોલીસનો ‘પાવર’:

પોલીસ અધિકારીઓની સહમતિ બાદ ક્રાઇમ બ્રાન્ચ સહિતની મહત્વની બ્રાન્ચોને પણ મેદાનમાં ઉતારવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ શહેરના અતિ સંવેદનશીલ ગણાતા વિસ્તારો જેવા કે જંગલેશ્વર, રૈયા રોડ, અને ગોંડલ રોડ પર આવેલ હોટલો પર ચેકિંગ હાથ ધર્યું હતું.

  • કારણ વગર મોડી રાત સુધી પડ્યા પાથર્યા રહેતાં લુખ્ખાઓને ખાખીનો પાવર બતાવવામાં આવ્યો.
  • કાળા કાચ લગાવી કાર લઈને ફરતા શખ્સો સામે કાર્યવાહી કરાઈ.
  • નંબર પ્લેટ વગરની બાઈક લઈ ફરતા ચાલકોના બાઈક ડિટેઈન કરાયા.
  • નશાની હાલતમાં રખડતાં શખ્સો સામે ગુના નોંધવામાં આવ્યા.

ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈને લુખ્ખાઓમાં ચોખ્ખો ભય ફેલાયો હતો અને ટીમ જોતા જ દોડધામ મચી ગઈ હતી. અમુક હોટલો પર પોલીસને માથાકૂટો થઈ હતી, જ્યારે ન્યુસન્સ ફેલાવતી અમુક હોટલોને બંધ કરવાનો સમય પણ આપી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસની આ કડક કાર્યવાહીથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રયાસ શરૂ થયા છે.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )