દિવાળી પહેલાં માવઠાની આગાહી: ૧૬ થી ૧૯ ઓક્ટોબર દરમિયાન દ. ગુજરાત અને સૌરાષ્ટ્રના ૮ જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા

દિવાળી પહેલાં માવઠાની આગાહી: ૧૬ થી ૧૯ ઓક્ટોબર દરમિયાન દ. ગુજરાત અને સૌરાષ્ટ્રના ૮ જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા

દિવાળી પૂર્વે રાજ્યમાં માવઠાની આગાહી: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૧૬થી ૧૯ ઓક્ટોબર દરમિયાન છૂટોછવાયો વરસાદ પડશે

રાજકોટ/ગાંધીનગર: નવરાત્રિના તહેવારોમાં વરસાદી વિઘ્ન આવ્યા બાદ હવે દિવાળીના તહેવારોની શરૂઆત આસપાસ પણ રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જેનાથી ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન વિભાગ (IMD) દ્વારા ૧૬ થી ૧૯ ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજ્યમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે અને સિઝનનો ૧૧૮ ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, પવનોની દિશામાં ફેરફાર અને એક ટ્રફ પસાર થવાને કારણે આ અકાળ વરસાદ પડી શકે છે.

કયા જિલ્લાઓમાં અસર? દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી માં માવઠાની અસર રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ માં છૂટોછવાયો વરસાદ જોવા મળશે.

તારીખ પ્રમાણે આગાહી: તા. ૧૬ ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવો વરસાદ થશે. જ્યારે તા. ૧૭, ૧૮ અને ૧૯ ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતની સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ માં પણ વરસાદ જોવા મળી શકે છે. ખેડૂતોને પોતાના તૈયાર પાકને માવઠાથી બચાવવા માટે અપીલ કરવામાં આવી છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )