રવીન્દ્ર જાડેજાને ઝટકો: ઑસ્ટ્રેલિયા વન-ડે ટીમમાંથી આઉટ, ચીફ સિલેક્ટરનો ‘રણનીતિક નિર્ણય’

રવીન્દ્ર જાડેજાને ઝટકો: ઑસ્ટ્રેલિયા વન-ડે ટીમમાંથી આઉટ, ચીફ સિલેક્ટરનો ‘રણનીતિક નિર્ણય’

અમદાવાદ ટેસ્ટમાં ધમાકેદાર પ્રદર્શન

 

જાડેજાએ અમદાવાદ ટેસ્ટ મેચમાં ઓલરાઉન્ડ દેખાવ કરીને ટીમને ઇનિંગ અને ૧૪૦ રનથી મોટી જીત અપાવી હતી. પહેલી ઇનિંગમાં તેણે અણનમ ૧૦૪ રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે વેસ્ટઇન્ડીઝની બીજી ઇનિંગમાં તેણે માત્ર ૧૩ ઓવરમાં ૫૪ રન આપીને ૪ મહત્ત્વની વિકેટો ઝડપી હતી. તેના આ પ્રદર્શન માટે તેને સર્વસંમતિથી ‘પ્લેયર ઑફ ધ મેચ’ તરીકે પસંદ કરાયો હતો.

જાડેજા છેલ્લીવાર બ્લ્યૂ જર્સીમાં ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ફાઇનલમાં રમ્યો હતો, જેમાં ટીમે ન્યૂઝીલેન્ડને હરાવી ખિતાબ જીત્યો હતો. જોકે, તે ટુર્નામેન્ટમાં તેનું પ્રદર્શન ઘણું નબળું રહ્યું હતું. તેણે ૫ મેચમાં માત્ર ૫ વિકેટ ઝડપી હતી અને બેટમાંથી માત્ર ૨૭ રન બનાવ્યા હતા.

 

સિલેક્ટર્સનો ‘રણનીતિક નિર્ણય’

 

જાડેજાના તાજેતરના ધમાકેદાર પ્રદર્શન છતાં તેને ટીમમાં ન સમાવવાનું કારણ આપતા ચીફ સિલેક્ટર અજિત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે, જાડેજાને બહાર રાખવું એ તેના ફોર્મ કે ક્ષમતાનું પરિણામ નથી, પરંતુ રણનીતિક નિર્ણય છે.

અગરકરે કહ્યું કે, “કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદર ટીમમાં પહેલાથી જ છે. ત્રણ મેચની આ નાની સિરીઝ માટે ત્રણ સ્પિનરોને લઈ જવા શક્ય નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે, ઑસ્ટ્રેલિયામાં બે ડાબા હાથના સ્પિનરોને લઈ જવાનું સંભવ નથી. અગરકરે સ્પષ્ટતા કરી કે, જાડેજા પોતાની ક્ષમતાને જોતા સ્પષ્ટ રૂપે ટીમમાં છે અને તે રેસથી બહાર નથી, પરંતુ જગ્યા માટે હાલ થોડી સ્પર્ધા છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )