રાજકોટ બાલભવન માં બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાશે

રાજકોટ બાલભવન માં બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાશે

રાજકોટ બાલભવન : 15 ડિસેમ્બરથી રમતગમત સ્પર્ધા, જાણો શિડ્યુલ

બાલભવન રાજકોટ દ્વારા બાળકોના શારીરિક અને માનસિક વિકાસને વેગ આપવા માટે દર વર્ષે રમતગમત સ્પર્ધા યોજાય છે. આ વર્ષે 15 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર, 2025 દરમિયાન 5થી 16 વર્ષના બાળકો માટે આ ઉત્સવ યોજાશે. જેમાં ભાગ લેવા માટેની પ્રક્રિયા 1 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. વાલીઓ અને શાળાઓ 13 ડિસેમ્બર સુધી રવિવાર સિવાયના દિવસોમાં સવારે 11 થી 1 અને સાંજે 5 થી 7:30 દરમિયાન ફોર્મ ભરી શકશે.

સ્પર્ધાઓના ટાઈમટેબલની વાત કરીએ તો, નાના ભૂલકાઓ એટલે કે ધોરણ HKG થી 2 માટે 15મી ડિસેમ્બરે સંગીત ખુરશી અને 16મીએ લીંબુ ચમચી સ્પર્ધા યોજાશે. ધોરણ 3 અને 4ના બાળકો માટે 17મીએ બેલેન્સ રેસ અને 18મીએ દેડકા દોડ યોજાશે. ધોરણ 5 થી 7 માટે 19મીએ પોટેટો રેસ અને 20મીએ 40 મીટર દોડનું આયોજન છે. જ્યારે ધોરણ 8 થી 10ના વિદ્યાર્થીઓ માટે 21મીએ લંગડી અને 22મીએ સ્લો સાયકલિંગ યોજાશે. આ તમામ સ્પર્ધાઓ સવારે 8:30 વાગ્યે શરૂ થશે.

આ ઉપરાંત 18 થી 21 ડિસેમ્બર દરમિયાન સાંજના સમયે અન્ય વિશેષ ટુર્નામેન્ટ્સ પણ યોજાશે. રાજકોટની શાળાઓએ વિદ્યાર્થીઓના લિસ્ટ તૈયાર કરી મોકલવાના રહેશે, જ્યારે વ્યક્તિગત રીતે પણ બાળકો ફોર્મ ભરી શકશે. શિયાળાની ગુલાબી ઠંડીમાં બાળકો માટે આ રમતોત્સવ યાદગાર બની રહેશે.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )