SIR :રાજ્યભરમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ: ફોર્મ 6, 7, 8

SIR :રાજ્યભરમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ: ફોર્મ 6, 7, 8

SIR: આજથી મતદાર યાદી સુધારણા શરૂ; જાણો ફોર્મ 6, 7, 8 વિગતો

ગાંધીનગર/રાજકોટ, તા. ૦૪/૧૧/૨૦૨૫: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા એટલે કે મતદાર યાદી સુધારણા ઝુંબેશ આજે મંગળવારથી ગુજરાત સહિત દેશના ૧૨ રાજ્યોમાં શરૂ થઈ રહી છે. આ ઝુંબેશ દરમિયાન બુથ લેવલ ઓફિસર (BLO) દરેક મતદારના ઘર-ઘરની મુલાકાત લઈને જરૂરી કાગળોની ચકાસણી કરશે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, મતદારોની જરૂરિયાત મુજબ ત્રણ મુખ્ય ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે:

  • ફોર્મ 6: નવા મતદાર તરીકે નામ ઉમેરવા માટે.
  • ફોર્મ 7: મતદાર યાદીમાંથી નામ હટાવવા માટે (સ્થળાંતર/મૃત્યુ).
  • ફોર્મ 8: મતદાર કાર્ડમાં નામ, સરનામું અથવા અન્ય વિગતો સુધારવા માટે.

જે મતદારોના નામ યાદીમાં ન હોય, તેમને જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, શૈક્ષણિક પ્રમાણપત્ર, કાયમી નિવાસ પ્રમાણપત્ર, અથવા સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ જેવા ૧૦ દસ્તાવેજોમાંથી કોઈપણ એક રજૂ કરવાનો રહેશે.

રાજકોટ શહેર અને જિલ્લામાં BLO દ્વારા ડોર-ટુ-ડોર કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં મતદારોને એક ફોર્મ આપવામાં આવશે જે તેમણે ભરીને BLOને પરત કરવાનું રહેશે. રાજકોટ જિલ્લામાં ૨૩.૮૫ લાખ મતદારોની ચકાસણી માટે તંત્ર દ્વારા ૪૫ લાખથી વધુ ફોર્મ પ્રિન્ટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૦૧ની મતદાર યાદીની તુલનાએ SIR કરવામાં આવશે અને ૪૦ વર્ષથી વધુ ઉંમરના મતદારોની મેપિંગ પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે.

જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એન.કે. મુછારના જણાવ્યા મુજબ, BLO ત્રણ વખત તમામ મતદારોનો ડોર-ટુ-ડોર સંપર્ક કરશે. આ સમગ્ર પ્રક્રિયા બાદ ૯ ડિસેમ્બરે મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર થશે, જેના પર ૮ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી દાવા અને વાંધા નોંધી શકાશે. અંતિમ મતદાર યાદી ૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવશે.

*સમાચારોના સતત અપડેટ માટે વ્હોટસએપ ગ્રુપમાં જોડાવો..*
https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )