એલર્ટ: સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસશે અતિભારે વરસાદ

એલર્ટ: સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસશે અતિભારે વરસાદ

એલર્ટ :અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતમાં વરસાવશે આશ્ચર્યજનક વરસાદ

એલર્ટ :જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમના મતે, બંગાળની ખાડીમાં ‘મોન્થા’ વાવાઝોડા સાથે અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ડિપ્રેશન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે આશ્ચર્યજનક વરસાદ લાવશે.

તેમણે જણાવ્યું કે, પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પરનું આ ડિપ્રેશન આજે સવારે પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ મુંબઈથી ૭૨૦ કિ.મી. દૂર કેન્દ્રીત હતું. આગામી ૨૪ કલાકમાં તે ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધશે. આ સિસ્ટમ સાથે જોડાયેલ અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશનનો એક ટ્રફ દક્ષિણ ગુજરાત પરથી પસાર થઈ પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી વિસ્તરેલ છે, જેના પ્રભાવ હેઠળ ગુજરાતમાં ગાઢ વાદળો છવાયા છે.

અશોકભાઈના મતે, આ ડિપ્રેશન સિસ્ટમના પ્રભાવ હેઠળ તા. ૨૭ થી ૩૧ ઓક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્યમાં છૂટાછવાયાથી વ્યાપક હળવો અને મધ્યમ વરસાદ થશે. જ્યારે કેટલાક સીમિત ભાગોમાં ૬૪.૫ થી ૨૦૪.૫ મીમી (૮ ઇંચથી વધુ) સુધીનો ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખાસ કરીને વિજળીના કડાકા-ભડાકા સાથેની વરસાદી ગતિવિધિ અને ૩૦ થી ૪૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. બંગાળની ખાડીનું ‘મોન્થા’ વાવાઝોડું ૨૮ ઓક્ટોબરે આંધ્રપ્રદેશના દરિયા કિનારે ત્રાટકવાની શક્યતા છે.

સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )