રાજકોટ મેયર અને ધારાસભ્ય વચ્ચે આમંત્રણ પત્રિકા વિવાદ

રાજકોટ મેયર અને ધારાસભ્ય વચ્ચે આમંત્રણ પત્રિકા વિવાદ

રાજકોટ BJPમાં આંતરિક વિખવાદ સપાટી પર: દિવાળી કાર્નિવલની પત્રિકાને લઈને મેયર vs ધારાસભ્યમાં બબાલ!

રાજકોટ: ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા રાજકોટમાં ફરી એકવાર આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે, જેના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મેયર નયનાબેન પેઢડિયા અને સ્થાનિક ધારાસભ્ય દર્શિતાબેન શાહ વચ્ચે થયેલી ઉગ્ર શાબ્દિક બોલાચાલીનો એક વિડિયો વાયરલ થયો હોવાની ચર્ચાએ પક્ષમાં ખળભળાટ મચાવ્યો છે.

સત્તાધારી પક્ષના બે મહિલા નેતાઓ વચ્ચેનો આ વિવાદ પદના સન્માન અને આંતરિક તણાવનો મુદ્દો ઉજાગર કરે છે.

પ્રાથમિક માહિતી મુજબ, આ તણાવનું મૂળ કારણ રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા આયોજિત દિવાળી કાર્નિવલની આમંત્રણ પત્રિકા હતી. મેયર નયનાબેન પેઢડિયાએ આ મામલે મોટો દાવો કર્યો હતો કે, ધારાસભ્ય દર્શિતા શાહે તેમને સ્પષ્ટ સૂચના આપી હતી કે આમંત્રણ પત્રિકામાં માત્ર તેમનું (દર્શિતા શાહનું) જ નામ રાખવામાં આવે અને બાકીના તમામ ધારાસભ્યો તેમજ અન્ય પદાધિકારીઓના નામ હટાવી દેવામાં આવે.

મેયરના આ ખુલાસા બાદ પક્ષના આંતરિક મામલાઓ જાહેરમાં આવ્યા છે અને પદાધિકારીઓ વચ્ચેના અહમનો ટકરાવ સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમે સ્થાનિક રાજકારણમાં ચર્ચા જગાવી છે કે આગામી સમયમાં આ જૂથવાદ કેટલો ઉગ્ર બને છે અને પક્ષનું મોવડીમંડળ આ આંતરિક વિખવાદને કેવી રીતે હલ કરે છે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )