
ઇન્ડિયા પોસ્ટ : વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટના દરમાં ૧૦% ડિસ્કાઉન્ટ
ઇન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સ્પીડ પોસ્ટના દરમાં ૧૦% ડિસ્કાઉન્ટ
ઇન્ડિયા પોસ્ટ : પોસ્ટ વિભાગ દ્વારા દેશભરના શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. હવેથી, વિદ્યાર્થીઓને સ્પીડ પોસ્ટની સેવામાં ૧૦ ટકાનું વિશેષ ડિસ્કાઉન્ટ (રાહત) આપવામાં આવશે.
ગત તા. ૧ નવેમ્બરથી જ આ નવો નિયમ દેશની તમામ પોસ્ટ ઓફિસોમાં લાગુ કરી દેવામાં આવેલ છે, જે વિદ્યાર્થી સમુદાય માટે મોટી રાહત સમાન છે.
આ યોજના અંતર્ગત, દેશ-વિદેશમાં સ્પીડ પોસ્ટ મારફત મોકલાતી ટપાલ સેવાના દરમાં ૧૦ ટકા ડિસ્કાઉન્ટનો લાભ વિદ્યાર્થીઓ મેળવી શકશે.
આ લાભ ખાસ કરીને સર્વિસ સંબંધી અને શૈક્ષણિક સંસ્થાઓ સાથેના વ્યવહારમાં મોકલાતા પત્રો માટે આપવામાં આવશે, જેમ કે યુનિવર્સિટીઓના ફોર્મ્સ, ડોક્યુમેન્ટ્સ અથવા એડમિશન પેપર્સ.
પોસ્ટ વિભાગના અધિકારીઓ સાથે કરેલી વાતચીતમાં આ અંગે પુષ્ટિ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે પોસ્ટ વિભાગે વિદ્યાર્થીઓને આર્થિક રાહત આપવાના હેતુથી આ ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે.
લાભ લેવા માટેની પ્રક્રિયા:
પોસ્ટ વિભાગની આ વિશેષ સેવાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ એક સરળ પ્રક્રિયાનું પાલન કરવું પડશે. ૧. સ્પીડ પોસ્ટના કવર ઉપર સ્પષ્ટ રીતે ‘સ્ટુડન્ટ મેઇલ’ લખવું પડશે.
૨. પોસ્ટ ઓફિસમાં ટપાલ બુક કરાવતી વખતે વિદ્યાર્થીઓએ પોતાનું ઓળખ કાર્ડ (Identity Card) રજૂ કરવું પડશે.
આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓને શૈક્ષણિક વ્યવહારોમાં થતા ખર્ચમાં નોંધપાત્ર બચત થશે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
